મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વજેપર મેઈન રોડ ઉપરથી એક રેઢું પડેલ એકટીવા મોપેડમાંથી વિદેશી દારૂ ૧૦૦ પાઈપર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૧૩,૫૬૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે દારૂ તથા મોપેડ સહિત રૂ.૩૮,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી એકટીવા ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









