Tuesday, January 20, 2026
HomeGujaratમોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ બાળકો માટે આનંદમય પિકનિકનું આયોજન

મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ બાળકો માટે આનંદમય પિકનિકનું આયોજન

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મંગલમૂર્તિ સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે ખોખરા હનુમાન ખાતે આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો, વાલીઓ, શિક્ષકો તથા સંસ્થાના સભ્યો સહભાગી બન્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ખોખરા હનુમાન ખાતે મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકો માટે એક આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકમાં દરેક દિવ્યાંગ બાળક સાથે તેમના માતા અથવા પિતા, મંગલમૂર્તિના શિક્ષકો તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો (સદસ્યો) પણ ઉપસ્થિત રહ્યા હતા. પિકનિક દરમિયાન બાળકો, વાલીઓ, શિક્ષકો અને મુસ્કાનના સભ્યો માટે નાસ્તા તથા ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ બાળકો એ રમતો રમી હતી, જેથી સૌએ આનંદભરી અને યાદગાર ક્ષણો માણી હતી.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણ વધારવાનો છે, અને આ પિકનિક તે દિશામાં એક સરાહનીય પ્રયાસ રહ્યો હતો. તેમ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!