હળવદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત હળવદ શહેરમાં 150 થી વધુ પતરાના શેડનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા,
હળવદ નગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને દબાણમુક્ત કરવા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા 150 થી વધુ પતરાના શેડ દબાણકારોને નોટીસ ફટકારવામાં આવી હતી. જેને લઇ કલેકટરની સૂચના બાદ આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હળવદ શહેર અને હાઇવે રોડ પર કાચા પાકા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે. હળવદ મામલતદાર,ચીફ ઓફીસર ની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.









