વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલી વાડીમાં અચાનક થયેલ શોર્ટ સર્કિટના કારણે ૧૩ વર્ષીય સગીરનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં સુરેશભાઇ ઉર્ફે સુરકાભાઇ કાનજીભાઇ સારદીયાની વાડીએ રહેતા ભદુ લીમસીંહ રેમસીંહ માવી ઉવ.૧૩નું ગઈકાલ તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે મોત થયું હતું. બનાવ બાદ સગીરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી અ.મોત ની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.









