મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨,૨૮૭ રખડતાં પશુઓ પકડી ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરમાં રખડતાં પશુઓના નિયંત્રણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૫થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળામાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી કુલ ૨,૨૮૭ પશુઓ પકડીને આજુબાજુની ગૌશાળા અને પાંજરાપોળમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન શાખા દ્વારા ૧૮૧ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ ૧૮ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ ફાળવવામાં આવી છે. ઉપરાંત ૩૨ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પણ ફરજિયાત પેટડોગ રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ ૧,૩૬૦ પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ RFID તથા ટેગિંગની કામગીરી યથાવત રાખવામાં આવશે, જેથી રખડતાં પશુઓની સમસ્યા પર અસરકારક નિયંત્રણ આવી શકાય તેમ યાદીમાં જણાવાયું છે.









