મોરબી શહેરના શનાળા રોડ સ્થિત જીઆઇડીસીમાં પનારા પાન વાળી શેરીમાં કારમાંથી બે બિયરના ટીન તથા કારમાં સવાર ત્રણ ઈસમો પૈકી બે નશો કરેલી હાલતમાં પકડાયા હતા. આ સાથે પોલીસે કાર તથા બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ જીઆઇડીસી પનારા પાન વાળી શેરીમાં આઈ-૧૦ કારમાં ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં બેઠા હોય અને કાર ચાલક આરોપી રાજભાઈ ઈશ્વરભાઈ કાલરીયા ઉવ.૨૪ રહે. રવાપર ચોકડી સાલીગ્રામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૨ મોરબી વાળાના ખોળામાં બડવાઇઝર બિયર નંગ-૨ કિ.રૂ. ૨૪૦/- પડેલ હોય, જ્યારે કારની પાછળ બેઠેલ બે ઈસમો કિશનભાઈ રણેશભાઈ અજાણા ઉવ.૨૬ રહે.શનાળા રોડ હાઉસિંગ બોર્ડ બ્લોક નં. એમ-૫૫ તથા હાર્દિકભાઈ જીવાભાઈ મોરી ઉવ.૨૮ રહે.રબારીવાસ જેલ રોડ મોરબી વાળા નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા, જે બન્ને વિરુદ્ધ અલગથી કેસ કરવામાં આવ્યો હતો. હાલ મોરબી પોલીસે કાર તથા બિયર ટીન સહિત ૨,૦૦,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









