મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે ઇન્દિરાનગર ખારોપાટ વિસ્તારમાં રેઇડ કરતા જ્યાં વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા છ ઇસમોને રોકડા રૂપિયા ૩૨,૦૦૦/- તથા વર્લીસાહિત્યના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી કે, મોરબીના ઇન્દિરાનગર ખારોપાટ વિસ્તાર ડેકો કારખાનાની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જ્યાં આરોપી જગદીશ હરીલાલ જોશી ઉવ.૫૫ રહે. મોરબી, પ્રકાશભાઇ મનુભાઇ વરાણીયા ઉવ.૨૯ મોરબી-૨, સુનીલ ધીરૂભાઇ સુરેલા ઉવ.૩૫ રહે.ઈંદીરાનગર મોરબી, મનિષભાઇ રાજુભાઈ સુરેલા ઉવ.૨૨ રહે ઈંદીરાનગર મોરબી, સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા ઉવ.૨૦ રહે.વીસીપરા મોરબી તથા મનોજગર બટુકગર ગોસાઇ ઉવ.૩૮ રહે. વાવડીરોડ મોરબી વાળાને જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ નોટબૂક તથા બોલપેન તેમજ રોકડ રૂ.૩૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.









