મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ૪ બોટલ સાથે નીકળેલ આરોપીને એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, આ સાથે વિદેશી દારૂનો જથ્થો વેચાણે આપનારનું નામ ખુલતા, પોલીસે તે આરોપીને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૨ માં મોટર સાયકલ રજી.નં.જીજે-૩૬-ડીએલ-૭૧૪૩માં શંકાસ્પદ હાલતમાં આવતા આરોપી અનિલભાઈ વાલજીભાઈ લવજીભાઈ નાયકપરા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ એમ-૭૭ બ્લોક નં.૪૨૬ મોરબી વાળાને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૫,૨૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે મોટર સાયકલ તથા વિદેશી દારૂ સહિત રૂ.૨૦,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બાંમણીયા પાસેથી વેચાણે લીધો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









