ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ પકડાયાની ઘટના સામે આવી છે. તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે હળવદમાં યુવાધન નશાના રવાડે ચડાવનાર બુટલેગર વિરુધ્ધ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી હળવદ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અંબુસર, પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર અવાર નવાર કેસો કરી તેઓની અસામાજીક બદ્દી સદંતર નાબુદ કરી અસામાજીક પ્રવૃતિ ઉપર સંપુર્ણ અંકુશ મુકવા આવા અસામાજીક તત્વોના ગુન્હાહીત ઇતિહાસ રેકર્ડની ખરાઇ કરી આવા તમામ બુટલેગરો ઉપર પાસા તથા હદપારી જેવા અસરકારક અટકાયતી પગલા લેવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરએ હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ અંકિત નરેન્દ્રભાઇ રામાવત પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ જે ઇસમને સત્વરે અટકાયત કરવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે.









