બાપ-દિકરીના સંબંધને વિશ્વના સૌથી પવિત્ર સંબંધો પૈકીનો એક સંબંધ માનવામાં આવે છે. જો કે ટંકારામાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ જ પોતાની સગી ૧૪ વર્ષની દિકરીને પીંખી નાખી હોવાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે ઘટનાને પગલે ટંકારા પોલીસ દ્વારા આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા ખાતે ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગત તા.૨૩/૦૧/૨૦૨૬ ના રાત્રીના સમયે તેના જ ઘરમાં નપિંખી નાખી હોવાની ચકચારી ઘટના સામે આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલીક ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે આ ગુન્હામાં આરોપીને તાત્કાલીક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવતા ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયા દ્વારા ભોગબનનારની માતાની પુછપરછ કરતા તેમજ ભોગબનનાર દિકરીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દિકરી પોતાની ઓરડીમાં તેની માતા પાસે સુતી હતી. તે સમયે આરોપીએ ભોગબનનારનું મોઢુ દબાવી નીરવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને ભોગબનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશી છૂટ્યો હતો. ત્યારે બનાવની ગંભીરતા ધ્યાને લઇ ટંકારા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલીક હાથ ધરી હતી. જેમા આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુન્હાની કબુલાત આપતા પોલીસે આરોપીની તાત્કાલીક ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









