*મોરબી મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ થકી નાગરિકો વિવિધ સેવાઓનો ઓનલાઈન ઘેર બેઠા લાભ મેળવી શકે છે*
*સુગમ પરિવહનના આયોજનો અને ગુજરાતમાં ચોથો કેબલ બ્રિજ મોરબી ને મળશે, મોરબી મનપાની ટીમ સતત લોક સેવાના કાર્યો અને નવીનતમ સુધારા થકી સતત પ્રયત્નશીલ રહેશે*
મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણીબાગ મણિ મંદિર ખાતે કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કર્યું હતું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને સફાઈ કામદારને સન્માનિત કર્યા હતા, મોરબી પ્રદૂષણ મુક્ત બને ગ્રીનરી બની રહે તેવા આશય સાથે કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરાયું હતું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મણી મંદિર ખાતે કરાઈ હતી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના કમિશનર એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 1/1/ 2025 ના મોરબીની આસપાસના વિસ્તારો ને સમાવિષ્ટ કરી મોરબી ને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિકા કાર્યાનિત થયા બાદ પ્રથમ દિવસથી જ શહેરીજનોની સુખાકારી માટેના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, શહેરનો સુ-વ્યવસ્થિત વિકાસ થાય તે માટે શરૂઆતના તબક્કાથી જ રોડ મેપ તૈયાર કરી જુદી જુદી કામગીરી આયોજનબદ્ધ કરવામાં આવે છે.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીના નહેરુ ગેટ અને રાણીબાગ મણીમંદિર ને આકર્ષક દેશના તિરંગાની થીમ થી સુશોભિત કરવામાં આવ્યું છે, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા સંપૂર્ણપણે ટેન્ડર પ્રોસેસ થઈ ચૂક્યું છે મોરબી વાસીઓને તિરંગાની લાઇટિંગ થીમનો આ અદભુત નજારો નિયમિતપણે જોવા મળશે.
નાગરિક કેન્દ્રિત સેવાઓના માળખાને વધુ અસરકારક તથા ઝડપથી બનાવવા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ આપવાના માળખાને અધ્યતન બનાવવા અને તેનું વિસ્તરણ કરવા મોરબીની આગવી ઓળખ ઉભી થાય તેવા ઘણા પ્રોજેક્ટ હાલ કાર્યરત છે, તેમજ ડિજિટલ એનિસીએટીવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ થકી નાગરિકો વિવિધ શાખાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ ઘેર બેઠા ઓનલાઈન મેળવી શકે છે, મોરબીમાં સુગમ પરિવહનની સુવિધા માટે 266 કરોડના ખર્ચે કુલ ત્રણ બ્રિજ નિર્માણ પામનાર છે ગુજરાત રાજ્યમાં ચોથો કેબલ બ્રિજ મોરબીને મળવા જઈ રહ્યો છે, જેની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે, શહેરીજનોને વિવિધ સેવા ઓ સારી રીતે મળી શકે તે માટે રૂપિયા 115 કરોડના ખર્ચે મુખ્ય ઓફિસ ઇસ્ટ અને વેસ્ટ ઝોનની ઓફિસ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે રૂપિયા 7.42 કરોડના ખર્ચે વર્કશોપ તથા વિવિધ શાખાના સ્ટોર બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, સાથે સાથે રૂપિયા 15.75 કરોડના ખર્ચે શહેરમાં ચાર જગ્યા પર આધુનિક અને અધ્યતન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે, આ સાથે જ સમગ્ર શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છ અને સુંદર પર્યાવરણ લક્ષી શહેર બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે છે શહેરી વિસ્તારમાં 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે આ કામગીરીનું ડિજિટલ મોનિટરિંગ પણ અમલમાં મુકાઈ ગયું છે, મોરબી મહાનગરપાલિકા શહેરીજનોને શક્ય તેટલી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબંધ છે તાજેતરમાં તા. 24 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ₹16.66 કરોડના 29 કાર્યોનું લોકાર્પણ તથા 512 કરોડના 47 કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઈ- સરકારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા, આ કાર્યક્રમનુ સમાપન વૃક્ષારોપણ દ્વારા કરાયું હતું, આ કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા(વ) , નાયબ કમિશનર સંજય કુમાર સોની, મનપાની વિવિધ શાખાના અધ્યક્ષ, કર્મચારીઓ, શહેરના વિવિધ સંસ્થાકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









