મોરબી એલસીબી તથા પેરોલ સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, સર્કિટ હાઉસ સામે ભારતપરા મફતીયાપરામાં જાહેર શેરીમાં અમુક ઈસમો તીનપત્તિનો જુગાર રમતા હોય, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રાજુભાઇ દેવશીભાઈ દેલવાણીયા ઉવ.૧૯, પ્રતાપભાઈ દેવશીભાઈ દેલવાણીયા ઉવ.૨૮ બન્ને રહે.ઘુંટુ ગામ નજીક ઝૂંપડામાં મૂળ ગામ સરવડ તા.માળીયા(મી) તથા આરોપી અર્જુનભાઇ વિરમભાઈ કુંડીયા ઉવ ૨૦ રહે.ભીમસર ગંજીવાડા વેજીટેબલ રોડ મોરબી વાળાને રોકડા રૂ.૩૩,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે બી ડિવિઝન પોલીસે ટ્રાબેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









