મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી જુમાભાઈ સાલેમાનભાઈ સુમરા ઉવ.૫૨ રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ. ૭૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









