Wednesday, January 28, 2026
HomeGujaratમોક્ષ પ્રાપ્તિ માટે સામુહીક અસ્થિ વિસર્જનની શાસ્ત્રોક્ત પરંપરા જાળવી રાખતુ મોરબી શ્રી...

મોક્ષ પ્રાપ્તિ માટે સામુહીક અસ્થિ વિસર્જનની શાસ્ત્રોક્ત પરંપરા જાળવી રાખતુ મોરબી શ્રી જલારામ સેવા મંડળ

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૮૫ દીવંગતોનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ.

- Advertisement -
- Advertisement -

મોરબી:વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે, તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

હીન્દુ ધર્મની પરંપરા મુજબ સદગતિ માટે દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા તા.૨૬-૧ રવિવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યુ હતુ. જેમાં ૧૫ બિનવારસી, ૭૦ વિદ્યુત સ્મશાનના અસ્થિઓ તેમજ સંસ્થાના અસ્થિ કુંભમાંથી ૨૦૦ સહીત કુલ ૨૮૫ દીવંગતોના અસ્થિઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામુહીક વિસર્જન પવિત્ર ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યુ હતુ તેમજ તેમના આત્માના શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ ગોવાણી, પ્રવિણભાઈ કારીયા, કૌશલભાઈ જાની, રીશીભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના જોડાયા હતા. મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધી કરાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!