Wednesday, January 28, 2026
HomeGujaratમોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્રજાસત્તાક દિવસથી પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનનો શુભારંભ

મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્રજાસત્તાક દિવસથી પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનનો શુભારંભ

મોરબી સ્થિત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ૨૬ જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસના અવસર પર પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ તરીકે “પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન”ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગીતાાંજલી વિદ્યાલયના સહયોગ અને બાલાજી પ્લાસ્ટિકના સહકારથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ભારત- હરિત ભારતની ભાવનાને મજબૂત બનાવવાનો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સ્થિત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ૨૬ જાન્યુઆરી- પ્રજાસત્તાક દિવસના અવસર પર પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે “પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન”ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ગીતાાંજલી વિદ્યાલયના સહયોગથી અને બાલાજી પ્લાસ્ટિકના સહકારથી અમલમાં મૂકાયું છે. દેશની સ્વચ્છતા અને હરિત પર્યાવરણને રાષ્ટ્રીય ફરજ માનતાં, હાલ આ અભિયાન મોરબીની કેટલીક શાળાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસના અવસર પર વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા તથા તેમને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે.

અભિયાન અંતર્ગત શાળાઓમાં પ્લાસ્ટિક સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક બોટલો, થેલીઓ, પેકેટ્સ સહિતનો બિનઉપયોગી પ્લાસ્ટિક કચરો જમા કરાવી રહ્યા છે. એકત્રિત થયેલ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલી ઉપયોગી અને પર્યાવરણમિત્ર વસ્તુઓ બનાવવામાં આવશે. મુસ્કાન વેલફેર સોસાયટીના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં આ અભિયાનને મોરબીની વધુ શાળાઓ અને વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવશે, જેથી નાના પ્રયાસોથી મોટા બદલાવનો સંદેશ ફેલાવી મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અસરકારક પગલું ભરી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!