હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે ઘરના મંદિરમાં દિવાબત્તી કરતી વખતે સાડી અને રૂમાલમાં આગ લાગી જતા વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે સારવાર દરમ્યાન વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધ મુજબ, રૂખીબેન મનજીભાઈ પરમાર ઉવ. ૭૦ રહે. ટીકર(રણ) ગામ તા.હળવદ વાળા ગત તા. ૧૯/૦૧/૨૦૨૬ના રોજ પોતાના ઘરે આવેલ માતાજીના મંદિરમાં દીવો-બત્તી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીવાની આગ તેમના પહેરેલ સાડી તથા શિયાળાના કારણે મોઢે બાંધેલા રૂમાલમાં લાગી જતા આખા શરીરે દાઝી ગયા હતા, જેથી પરિવારજનોએ ગંભીર રીતે દાઝેલા રૂખીબેનને સારવાર માટે લાવતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.









