Friday, January 30, 2026
HomeGujaratમોરબી જીલ્લાના પૂર્વ સૈનિકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત

મોરબી જીલ્લાના પૂર્વ સૈનિકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત

પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ www.esm.gujarat.gov.in વેબસાઇટ પર નોંધણી કરાવવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujarat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જીલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે.

અગાઉ આઈકાર્ડ મેળવવા, ડિપેન્ડન્ટ કાર્ડ, એન.ઓ.સી., દીકરી લગ્ન સહાય કે આર્થિક સહાય જેવી સેવાઓ માટે સૈનિક બોર્ડમાં રૂબરૂ જઈને મેન્યુઅલ ફોર્મ ભરવા પડતા હતા. પરંતુ હવે આ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જો રજીસ્ટ્રેશન થયેલું હશે તો જ આગામી સમયમાં ઓનલાઈન અરજી કરી શકાશે, અન્યથા સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે જેથી આ રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

આ રજીસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કરી શકાય છે. વધુ માર્ગદર્શન માટે જીલ્લા સૈનિક કલ્યાણ કચેરી, રાજકોટના ફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા અથવા તમામ અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ કચેરીનો સંપર્ક કરવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!