Friday, January 30, 2026
HomeGujaratમોરબી ના મનોદિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ...

મોરબી ના મનોદિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ દિવ્યાંગ

મોરબી માંજ જન્મેલ મનોદિવ્યાંગ બાળક જય ઓરિયા 75% દિવ્યાંગ હોવા છતાં સમય સર ની માતા-પિતા ની યોગ્ય કેળવણી અને કાળજી દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં તેની જીવન પ્રગતિ માં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે

- Advertisement -
- Advertisement -

જય ઓરિયા એ ફીઝીક્લ ફિટનેસ અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બે વર્લ્ડ રેકોર્ડ બનાવી પોતાની ઓળખ સ્થાપિત કરેલ છે

2025 માં પહેલગામ થી બાલતાલ ના રૂટ ઉપર દિવ્યાંગ તરીકે મેડીકલ ફિટનેસ પાસ કરી આ યાત્રા ની મંજુરી મેળવી તેના પિતા સાથે દુર્લભ ગણાતી કઠીન અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મનો દિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવી મોરબી નું ગૌરવ વધાર્યું છે

જય ઓરિયા 2024 કેદારનાથ યાત્રા અને 2025 અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર દિવ્યાંગ બાળક તરીકે બે રેકોર્ડ બનાવ્યા છે જે મોરબી નું ગૌરવ કહેવાય

રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભામૂજબ અનેક પુરસ્કાર મેળવી હવે પછી નો ગોલ “હિમાલય બેઝ કેમ્પ” નો છે,

પડકારો નો સામનો કરીને સમાધાન કારી વિકલ્પો દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવનમાં કોઈ અપૂર્ણતા ન રહે તેવા પ્રયત્નો કર્યા છે, અને પરમાત્મા ની પણ કૃપા રહી છે કે ટ્રેકિંગ અને એડવેન્ચર દરમ્યાન કોઈ કુદરતી આફતો અવરોધરૂપ નથી બની, નહીતર મનો દિવ્યાંગ બાળક માટે આ રૂટ જોખમી કહેવાય

વ્યક્તિત્વ તરીકે પોતે બોલી ન શકતો હોવા છતાંય બહોળો મિત્ર વર્ગ ધરાવે છે, જય ઓરિયા મનો દિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની જીવન માં પ્રગતિ કરતો રહે, જો દિવ્યાંગ બાળક ને સપોર્ટેડ પર્સન,સુપર પેરેન્ટ્સ મળે તો તેની પ્રગતિ સંભવ બની શકે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!