મોરબીનાં નીચીમાંડલ ગામ પાસે કેનાલમાં કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા જ ફાયર વિભાગ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને મૃતદેહને બહાર કાઢી મૃતકની ઓળખ મેળવવા તથા વાલી વારસો શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, નીચીમાંડલ ગામનાં સરપંચ પ્રદીપભાઈ કુંડારીયા દ્વારા આજ રોજ વહેલી સવારે 101 ફાયર કંટ્રોલ રૂમમાં ફોન કરી કેનાલમાં સ્મશાન વાળા રસ્તે પાવળીયારી મેલડી માતાજીના મંદિર પાસે મૃતદેહ તરતી હાલતમાં દેખાતું હોવાનું જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ અજાણ્યા વ્યક્તિની બોડી બહાર કાઢી આગળની કાર્યવાહી તાલુકા પોલીસ ટીમને સોંપવામાં આવી છે.









