જામનગર જિલ્લાના ધ્રોલના ત્રણબતી ચોક પાસે પેટ્રોપપંપ નજીક ૬ માર્ચ ૨૦૨૦ ના રોજ દિવ્યરાજસિંહ જાડેજા પર પાંચ રાઉન્ડ ફાયરીંગ કરી અને કાર હેઠળ કચડી મારીને હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં બે નજરે જોનાર સાક્ષીઓએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હોવા છતાં પુરાવાના અભાવે ધ્યાને રાખીને તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો જામનગર સેશન્સ કોર્ટના જજે હુકમ કર્યો છે.
આ કેસની વિગતો મુજબ ગત તા.6 માર્ચ 2020ના રોજ ધ્રોલના ત્રિકોણ બાગ ખાતે ગાયત્રીનગરના રહીશ દિવ્યરાજસિંહ ઉર્ફ દીવુંભા જદુવીરસિંહ જાડેજા પર સ્વીફ્ટ કારમાં આવેલા ચાર શાર્પ શુટરો દ્વારા ૫ રાઉન્ડ ફાયરીંગ કરી અને કાર ચડાવી દઈને હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં પોલીસની પાંચ ટીમોએ મૂળ યુપીના શાર્પ શુટર અજીતભાઇ વીરપાલસિંગ ઠાકુર અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર તથા અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ અને મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા તેમના સાગરીત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલની ધરપકડ કરવામાં આવી હતી.અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.આ કેસ જામનગરની કોર્ટમાં ચાલતો હતો તે સમયે પણ સાક્ષી અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે. રામેશ્વરનગર જામનગર ને ધમકી આપવામાં આવી હતી.જે અંગે પણ અલગથી ગુનો નોંધાયો હતો.
આ ચકચારી હત્યા કેસ જામનગરની સેશનસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખીને અને શંકાનો લાભ આપી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.આ કેસમાં રાજકોટના એડવોકેટ પીયુસ શાહ અને ભગીરથસિંહ ડોડીયા રોકાયેલા હતા.









