વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વિઠલપર ગામના પાટીયા પાસે એકસટર કારમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાંન્ડની વિદેશી દારૂની બોટલોનો મુદામાલ પકડી પાડી એક ઈસમની અટકાયત કરી છે. જયારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના વિઠલપર ગામનાં પાટીયા પાસે રોડ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચમાં રહી GJ 03 PM 5755 નંબરની એકસ્ટર કારમાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૫૨ બોટલોનો રૂ.૨,૭૨,૨૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ તથા કાર, મોબાઇલ સહીત કુલ રૂ.૭,૮૨,૨૦૦/-નો મુદામાલ પકડી પાડી સુનીલભાઇ હરેશભાઇ ઉર્ફે હકાભાઇ સાકરીયાની અટકાયત કરી છે. જયારે અન્ય આરોપી સીરાજભાઇ રજાકભાઇ લીંગડીયા સ્થળ પર હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી સુનીલભાઇ હરેશભાઇ ઉર્ફે હકાભાઇ સાકરીયા વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









