મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આલાપ રોડના નાલા પાસે કાર રજી. નં. જીજે-૩૬-એપી-૬૬૪૪ નો ચાલક નશો કરેલી હાલતમાં પોતાની કાર સર્પાકાર રીતે ચલાવી નીકળતા તેને રોકી, પોલીસે કારની તલાસી લેતા તેમાથી બિયર ટીન બે નંગ કિ.રૂ.૨૪૦ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ અઘારા ઉવ.૪૫ રહે.રવાપર રોડ જલારામ સોસાયટી મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









