Thursday, February 5, 2026
HomeGujaratટંકારા તાલુકાના ગજડી ગામમાં કોપર કેબલ ચોરી: અજાણ્યા ચોર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ગજડી ગામમાં કોપર કેબલ ચોરી: અજાણ્યા ચોર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં આવેલી અલગ-અલગ વાડીઓમાંથી અજાણ્યા ચોર ઈસમે રાત્રિના સમયગાળામાં કોપર પટ્ટી કેબલ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ફરિયાદના આધારે અંદાજે ૨૦૨૫ ફુટ કોપર પટ્ટી કેબલ વાયર, કિ.રૂ.૭૪,૯૨૫ની ચોરી અંગે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમ વિસ્તારમાં ચોરીની ઘટના નોંધાઈ છે. આ અંગે વિનોદભાઈ હીરાભાઈ ડાંગર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગજડી ગામની સીમમાં આવેલી અલગ-અલગ વાડીઓમાંથી ગત તા.૦૩/૦૨/૨૦૨૬ના રાત્રિના આશરે ૧૧ વાગ્યાથી તા.૦૪/૦૨/૨૦૨૬ના સવારના ૬ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ કોપર પટ્ટી કેબલ વાયર કાપી લઈ લઈ ગયો હોય, જેમાં ચોર દ્વારા કુલ અંદાજે ૨૦૨૫ ફુટ કોપર પટ્ટી કેબલ વાયર, જેની કિંમત આશરે કિ.રૂ.૭૪,૯૨૫ થાય છે, તે ચોરી કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!