Thursday, February 5, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરી કરાઈ

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરી કરાઈ

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૬ થી ૦૨/૦૨/૨૦૨૬ દરમ્યાન ૦૫ સરકારી કચેરીમાં ૪૧૮ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી. સાથે શહેરમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેકિંગ, નોટિસ અને માર્ગદર્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આગ નિવારણ અને ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા વ્યાપક કામગીરી કરવામાં આવી છે. તા.૨૭/૦૧/૨૦૨૬ થી ૦૨/૦૨/૨૦૨૬ દરમિયાન ૦૫ સરકારી કચેરીમાં કુલ ૪૧૮ વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શન અને ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર એનઓસી વગરની બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી તેમજ જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન આપવામાં આવી હતી. અગાઉ અપાયેલી નોટિસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે અથવા કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી ૦૮ અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.

આ સમય દરમિયાન મોરબીમાં ૦૧ રેસ્ક્યુ કોલ અને ૦૫ આગ લાગવાના બનાવ નોંધાયા હતા, જેમાં ફાયરના જવાનો દ્વારા આધુનિક સાધનો અને પીપીઈ પહેરી સફળ ફાયર ફાઈટીંગ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોઈ પણ ઈમરજન્સી સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨-૨૩૦૦૫૦), ૧૦૧ અથવા ૧૧૨ પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!