Friday, February 6, 2026
HomeGujaratમોરબીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડ: ડોક્ટર સહિત ત્રણ સામે સાયબર ક્રાઇમ ગુનો નોંધાયો

મોરબીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડ: ડોક્ટર સહિત ત્રણ સામે સાયબર ક્રાઇમ ગુનો નોંધાયો

સાયબર ફ્રોડથી મેળવેલા રૂ.૧૪.૫૫ લાખ સગેવગે કર્યા, બેન્ક એકાઉન્ટ ભાડે લઈ રકમ ટ્રાન્સફર કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં ડોક્ટર સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં પૂર્વ આયોજન મુજબ બેન્ક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડથી મેળવેલા રૂ.૧૪.૫૫ લાખ જમા કરાવી તે નાણાનો મોટો હિસ્સો ઓનલાઇન ટ્રાન્સફર કરી સગેવગે કરાયાનું સામે આવ્યું છે. હાલ સાયબર પોલીસે ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી થયેલા સાયબર કૌભાંડમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડોક્ટર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા ઉવ.૨૦ ડોક્ટર રહે. લાતી પ્લોટ-૧૪ ખ્વાજા પેલેસ પંચાસર રોડના નાકે મોરબી, આરોપી ચિરાગ રહે. અમદાવાદ અને આરોપી મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર તા.જી.બોટાદ વાળા વિરુદ્ધ ફરિયાદ મુજબ, આરોપીઓએ પરસ્પર મદદગારી કરી, પૂર્વ આયોજન કરી સાયબર ફ્રોડનો ગુનો આચર્યો હતો. સાયબર છેતરપિંડી મારફતે કુલ રૂ.૧૪,૫૫,૩૪૯/-ની રકમ મેળવી, તે નાણાં સગેવગે કરવા માટે આરોપી સુજલ ચાડમીયાના બેન્ક એકાઉન્ટને ભાડેથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટમાં રકમ જમા કરાવી ત્યારબાદ રૂ.૭,૬૦,૦૩૪/- ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વ્યવહારમાં આરોપી ડોક્ટરને બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે રૂ.૨૦ હજાર કમિશન તરીકે મળ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ આ કેસમાં તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું જણાતા તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસની તજવીજ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!