મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટમાં લુકસ ફર્નિચર નજીકથી સ્વીફ્ટ કારમાંથી આરોપી જાવેદભાઇ ઇસ્માઇલભાઇ માટલી ઉવ.૩૩ રહે-રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે મુળ રહે-જોડીયા નાનાવાસ તા.જોડીયા જી.જામનગર વાળાને બિયરના બે ટીન કિ.રૂ.૨૪૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની પૂછતાછમાં બિયરનો જથ્થો આરોપી રફીક ઉર્ફે બાડો જામ રહે-લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી વેચાણ અર્થે આપ્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









