મોરબી જીલ્લા આયોજન મંડળની બેઠક ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં રદ/ ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જીલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા તેમજ વિકેન્દ્રિત જીલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇના કામોની તથા સાંસદ અને ધારાસભ્યના વિસ્તારના વિકાસ યોજનાના કામોની પ્રભારી મંત્રી દ્વારા સમીક્ષા કરાઈ હતી. તેમજ પૂર્ણ થયેલા તમામ કામો પોર્ટલ ઉપર ચડાવવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રગતિ હેઠળના તથા નવા કામો સમય મર્યાદામાં ગુણવત્તાપૂર્વક રીતે પૂર્ણ કરવા તેમજ નવા કામો અને ફેરફાર વાળા કામની દરખાસ્તનો પૂર્ણ અભ્યાસ કરીને રજૂ કરવા જણાવ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર એસ. જે. ખાચર અને આયોજન અધિકારી માંડલિયા દ્વારા બેઠકનું સંચાલન થયું હતું.
આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય સર્વ દુર્લભજીભાઈ દેથરિયા અને મેઘજી ચાવડા, કલેક્ટર કે. બી. ઝવેરી, મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









