Sunday, February 8, 2026
HomeGujaratટંકારા: મિતાણા પાસે ચાલુ રીક્ષામાં મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝૂંટવી અજાણ્યો બાઇક...

ટંકારા: મિતાણા પાસે ચાલુ રીક્ષામાં મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝૂંટવી અજાણ્યો બાઇક ચાલક ફરાર

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ચાલુ CNG રીક્ષામાં બેઠેલી મહિલાના ગળામાંથી અજાણ્યા મોટરસાઇકલ ચાલકે સોનાનો હાર ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. ચિલઝડપની આ ઘટનામાં આશરે સવા બે તોલા કિ.રૂ.૧.૨૫ લાખનો હાર લઈને અજાણ્યો મોટર સાયકલ ચાલક નાસી ગયો હતો. હાલ મહિલાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક મિતાણા ઓવરબ્રિજ પાસે ચાલુ સીએનજી રીક્ષામાં ચિલ ઝાડપની ઘટના બની હતી. જેમાં પલાસ ગામ તા. વાંકાનેર ખાતે રહેતા ધુનાબેન હકાભાઈ ગમારા ઉવ.૩૦ ગઈ તા.૦૪/૦૨ના રોજ સવારે આશરે ૧૧ વાગ્યે પોતાના પરિવારજનો સાથે પિતાની સીએનજી રીક્ષા નં. જઈને-૩૬-ડબલ્યુ-૭૬૭૧ માં હડાળા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો કાળા રંગની મોટરસાઇકલ ઉપર આવેલ ઇસમ, લાલ મરૂન રંગનું ટી-શર્ટ, માથે ટોપી અને મોઢે સફેદ રૂમાલ બાંધેલો, રીક્ષાની બાજુમાં આવી બળજબરીથી ધુનાબેનના ગળામાં પહેરેલ સોનાનો ટીલી વાળો હાર ઝૂંટવી ફરાર થયો હતો. હારનો અડધો ભાગ મહિલાના હાથમાં રહી ગયો, જ્યારે આશરે બે સવા બે તોલા વજનનો ચગદા વાળો ભાગ કિ.રૂ.૧,૨૫,૦૦૦/- આરોપી લઈ ગયો હતો. જ્યારે આરોપીના બાઇકમાં નંબર પ્લેટ ન હતી. બનાવ બાદ તુરંત પરિવારજનોએ બાઇકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી ભાગી ગયો હતો. હાલ ટંકારા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!