Sunday, February 8, 2026
HomeGujaratટંકારા: ટ્રક રિપેરીંગની મજૂરી માગતા ગેરેજ કર્મચારીઓ ઉપર હુમલો

ટંકારા: ટ્રક રિપેરીંગની મજૂરી માગતા ગેરેજ કર્મચારીઓ ઉપર હુમલો

ટ્રક માલિક સહિત સાત શખ્સોએ ધોકા-પાઇપથી માર મારતા બેને ફ્રેક્ચર જેવી ઇજાઓ.

- Advertisement -
- Advertisement -

ટંકારા: રાજકોટ હાઇવે ઉપર બા ની વાડી નજીક લાભ મોટર્સ નામની ગેરેજમાં ટ્રકના રિપેરીંગની મજૂરીના રૂપિયા માગતા ત્રણ ગેરેજ કર્મચારીઓ ઉપર ત્રણ કારમાં આવેલ ટ્રક માલિક સહિત અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગેરેજ કર્મચારી બે સગા ભાઈઓને હાથમાં ફ્રેક્ચર અને એકને પગમાં ઇજાઓ પહોંચી હતી. ત્યારે બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ કારના ચાલક સહિત સાત શખ્સો વિરુદ્ધ બીએનએસ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ટંકારા વિસ્તારમાં ટ્રક રિપેરીંગની મજૂરીના રૂપિયા માંગતા ગેરેજ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં મોરબી-રાજકોટ રોડ પર બાની વાડી સામે આવેલા “લાભ મોટર્સ” ગેરેજમાં મજૂરી કામ કરતા પ્રતિકભાઈ ઈશ્વરભાઈ કણઝરીયા ઉવ. ૨૧ દ્વારા આ મામલે ટંકારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જાહેર કરવામાં આવ્યું કે, ગઈ તા.૦૨/૦૨/૨૦૨૬ ના રોજ ટ્રક રિપેરીંગના કામ માટે ટંકારાથી આગળ એચપી પેટ્રોલ પંપ પાસે બંધ થયેલ લેલન ટ્રકનો ડાંડો કાઢી રાજકોટ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાબતે ગેરેજ માલીક અને ટ્રક માલિક વચ્ચે ભાડા અને મજૂરી કામના રૂપિયા બાબતે વિવાદ થયો હતો. બાદમાં ટ્રક માલિકે મજૂરીના રૂપિયા રૂબરૂ આવીને આપી જવાનું જણાવ્યું હતું. જે બાદ ટ્રક રાત્રિના સમયે ટ્રક માલિકનો ફોન આવતા, મજૂરીના રૂપિયા લેવા ફરિયાદી ગેરેજ કર્મચારી સહિત ત્રણેય ગેરેજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પહેલા એક સ્કોર્પિયો અને ત્યારબાદ એન્ડોવર કાર રજી.નં. જીજે-૦૩-એલએમ-૫૬૩૪ સહિત બીજી એક કાર આવી હતી. જેમાંથી ઉતરેલા અંદાજે સાત જેટલા શખ્સોએ ગેરકાયદેસર મંડળી બનાવી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે ફરિયાદી પ્રતિકભાઈ, તેમના ભાઈ ભાવેશભાઈ અને સાથી કર્મચારી મેહુલભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રતિકભાઈને જમણા હાથમાં અને માથાના ભાગે ગંભીર ઇજાઓ, ભાવેશભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર તથા મેહુલભાઈને પગમાં ઇજાઓ થઈ હતી. આ મામલે ટંકારા પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જી.પી. એક્ટ કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!