મોરબી તાલુકા પોલીસે સાપર ગામ નજીક ચામુંડા વે બ્રિજની સામે બાવળની કાંટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આરોપી ભેરુભાઈ નંદરામભાઈ પલાસીયા ઉવ.૨૫ રહે. હાલ સાપર તા.જી.મોરબી મૂળ રહે.જરસદલા તા.જી.રતલામ વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪ બોટલ કિ.રૂ.૭,૦૦૦/- સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.









