મોરબી ભોલેબાબા ડેરી નું જીઆઈડીસી માં આવેલ વર્ક શોપ ગોડાઉનમાં આજે બોઇલર ફાટ્યું હતું જેને લઈને એક શ્રમિકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ત્યારે સુરક્ષા માટે કેવી તકેદારી રાખવામાં આવી હતી તેની તપાસ અત્યંત જરૂરી બની છે.
મોરબીમાં આવેલ ભોલેબાબા ડેરી ફાર્મ ના ગોડાઉન માં આજે દૂધ ગરમ કરવા માટે રાખવામાં આવેલ બોઇલર ફાટ્યું હતું અને જેનો કાટમાળ આજુબાજુની ફેક્ટરીઓના શેડ પર પડ્યા હતા.
તેમજ આ બનાવમાં એક શ્રમિકને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વર્ક શોપ માં સેફ્ટી માટે કોઈ અગમચેતીના પગલા લેવાયા હતા કે કેમ?ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ હતી કે કેમ?આ ગંભીર બનાવ અંગે તાત્કાલિક તપાસ થવી અત્યંત જરૂરી છે.









