હાલવદ પોલીસ દ્વારા બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં રેઈડ કરી ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે, આરોપીઓને પોલીસની ભાળ મળી જતા તેઓ સ્થળ પરથી નાશી છૂટ્યા હતા. ત્યારે પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓ દ્વારા શંકાસ્પદ કારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન GJ-12-BE-1111 નંબરની કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કુલ ૧૧૮૮ બોટલ વિદેશી દારૂ કિ. ૩,૯૮,૪૦૦ અને કાર .રૂ ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૯૮,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે હાલવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









