મોરબીના પાનેલી ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવકને તેના ફુવા સહિત ચાર શખ્સોએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈ રાજેશભાઇ કટેશીયા ઉવ.૧૮ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાનેથી આરોપી તુલસીભાઈ અણદાભાઈ ચાવડા, સંજયભાઈ અણદાભાઈ ચાવડા, રાજદીપભાઈ તુલસીભાઈ ચાવડા અને મનીષ તુલસીભાઈ ચાવડા બધા રહે.પાનેલી ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી તુલસીભાઈ ફરિયાદીના ફુવા થતા હોય અને અગાઉ આરોપીઓ સાથે પારિવારિક મનદુઃખ થયું હોય તેમજ ગત તા.૦૭/૦૨ના રોજ આરોપી ફુવાના દીકરા આરોપી મનીષભાઈના મોટર સાયકલની સાઈડ કાપવા બાબતનો ખાર રાખી ગઈ તા.૦૮/૦૨ના રોજ ફરિયાદી વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈ પાનેલી ગામે પાન-માવો લેવા આવ્યા ત્યાં, આરોપી તુલસીભાઈ સહિત ચારેય આરોપીઓએ ફરિયાદીને લાકદબા ધોકા તથા લાકડીઓથી બેફામ માર માર્યો હતો. આ દરમિયાન ગામલોકો એકઠા થઈ વધુ મારથી છોડાવેલ ત્યારે પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચારેય આરોપીઓ ચાલ્યા ગયા હતા.
ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત ફરિયાદીને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સરકારમાં ખસેડવામાં આવતા, જ્યાં પાસડીઓમાં ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર ચાલુ હતી. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









