મોરબી તાલુકાના ભડિયાદ ગામ નજીક મિલેનિયમ વિટ્રીફાઇડ કારખાને જવાના રસ્તે જાહેરમાં આરોપી જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ ઉવ.૩૬ રહે. સો ઓરડી શેરી નં-૮ વાળાને તાલુકા પોલીસે રોકી તેની પાસે રહેલ કાપડના થેલાની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ કિંગ્સ વોડકાની ૧૮૦મીલી.ની ૫ નંગ બોટલ કિ.રૂ.૫૦૦/- મળી આવતા, આરોપીની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









