મોરબીના ત્રિકોણ બાગ નજીક આવેલી ટેલીકોમની દુકાને વેપારી યુવક પર જૂના ઝઘડાના ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારીની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવીકભાઈ પ્રદીપભાઈ પરમાર ઉવ.૩૧ રહે. ગાયત્રી નગર વાવડી રોડ મોરબી વાળાએ આરોપી હિરેનભાઈ નંદલાલભાઈ ધામેચા રહે.મીરા પાર્ક, વાવડી રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મુજબ, ગઈકાલ તા.૧૧/૦૨ના રોજ ત્રિકોણ બાગ પાસે જે.પી. માર્કેટમાં આવેલી તેમની ‘ભાવીક ટેલીકોમ’ દુકાનમાં આરોપી હીરેનભાઈ ધામેચા અગાઉના ઝગડાનો ખાર રાખી દુકાને આવી ગાળો આપી ઝઘડો કર્યો હતો. ગાળો આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને ડાબા પગ અને પેટના ભાગે ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









