મોરબી શહેરમાં મકાન મલિક દ્વારા ભાડે આપેલ મકાન ખાલી કરાવવાના મુદ્દે મકાનમાલિકને ફોન પર બીભત્સ ગાળો અને ધમકી આપવામાં આવતા બે વ્યક્તિ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા ઉવ.૬૦ રહે.રવાપર બોનીપાર્ક નંદની એપાર્ટમેન્ટ-૩૦૧ મોરબી વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, આરોપી ડેનિશ પ્રજાપતિ રહે. ગાયત્રીનગર મોરબી વાળાએ પોતાના મોબાઇલ પરથી ફોન કરી અન્ય આરોપી મહેશભાઈ ડાંગર કે સંજયભાઈ ડાંગર દ્વારા ગઈ તા.૦૮/૦૨ના રોજ ફરીયાદી અમૃતભાઈએ અનુ.જાતિના માણસને ભાડે આપેલ મકાન ભાડુઆત પાસેથી ખાલી કરાવવા માટે બીભત્સ ગાળો આપી હતી. સાથે જ સવારના દસ વાગ્યા સુધીમાં મકાન ખાલી ન કરાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જેવી ગુનાહિત ધમકી આપવામાં આવી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









