આ અંગે વિગતો મુજબ માળિયા મિયાણા નજીક આવેલ સ્વાગત પેટ્રોલ પંપના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટ્રક અંગે બાતમી મળતા SMCની ટીમે દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ ૧૯,૦૬૮ દારૂની બોટલો મળી આવી હતી.જપ્ત કરાયેલ દારૂની કિંમત અંદાજે રૂ. ૧.૩૮ કરોડ ગણવામાં આવી છે.જેથી ટ્રક સહિત કુલ રૂ. ૧.૬૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ દરમિયાન સ્થળ પરથી વિક્રમ સિંગ ચૌહાણ અને કમલ કિશોર મારુ (બંને રહે. રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં દારૂ અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.તેમજ દારૂ મોકલનાર મુખ્ય સપ્લાયર તરીકે રમેશ લીખમારામ જાટ,બલવીર સોહનદાસ જાટ, જબ્બર બિશ્નોઇ,ટ્રક માલિક તથા ત્રણ અજાણ્યા ઇસમો સહિત કુલ સાત વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે.SMC અને સ્થાનિક પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.









