ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા-અમરાપર રોડ ઉપર એક શંકાસ્પદ રીતે ચલાવીને આવતા મોટર સાયકલ રજી.નં. જીજે-૨૦-બીડી-૨૬૯૦ને રોકી તેની તલાસી લેતા, બાઇકમાં લગાડેલ થેલામાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ રમની બે બોટલ કિ.રૂ.૨,૨૦૦/-મળી આવી હતી. જેથી તુરંત બાઇક ચાલક આરોપી વિપુલભાઈ સોમાભાઈ ડામોર ઉવ.૨૯ હાલ રહે.હરબટીયાળી ગામ વાડીની ઓરડીમાં મૂળ રહે. દાહોદ જીલ્લાના મોતીવાવ ગામ વાળાની ટંકારા પોલીસે અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.









