Saturday, February 14, 2026
HomeGujaratમોરબીના ધુળકોટ ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ધુળકોટ ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમે ધુળકોટ ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં દારૂ, જુગાર, એનડીપીએસ તથા આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. ત્યારે ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં આરોપી ગફારભાઈ સુલેમાનભાઈ મોરી ઉવ. ૫૩ રહે. ટાટાનગર બજરંગ હોટલ પાસે ધુળકોટ તા-જી.મોરબી વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ.રૂ. ૧,૫૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!