Tuesday, February 17, 2026
HomeGujaratમોરબીના શનાળા ગામે એકટીવામાં દેશી દારૂની ખેપ મારતા એકની અટકાયત

મોરબીના શનાળા ગામે એકટીવામાં દેશી દારૂની ખેપ મારતા એકની અટકાયત

મોરબીના શનાળા ગણે પાણીના ટાંકા નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલ એકટીવાને રોકી તેની સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તલાસી લેતા, એકટીવામાં ૬૦ કોથળીમાં ૧૨ લીટર દેશી દારૂ કિ.રૂ.૨,૪૦૦/-મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી એકટીવા ચાલક સિંધેશ ઉર્ફે લાલો મુકેશભાઈ સિંધવ ઉવ.૩૦ રહે. શકત શનાળા ગરબી ચોક મોરબી વાળાની અટકાયત કરી દેશી દારૂ તથા મોપેડ સહિત રૂ.૨૭,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!