મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામ નજીક ઓરસન ઝોન એપાર્ટમેન્ટના ખુલ્લા પ્લોટમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ વ્હાઇટ લેક વોડકા ઓરેન્જ ફ્લેવરની એક બોટલ કિ.રૂ.૫૦૦/-મળી આવતા તુરંત આરોપી રફીકભાઈ મામદભાઈ ચાનીયા ઉવ.૪૮ રહે. સો ઓરડી મોરબી-૨ વાળાની અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









