Saturday, February 21, 2026
HomeGujaratટંકારાના હમીરપર ગામના પાટીયા નજીક બે કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણ ઘાયલ

ટંકારાના હમીરપર ગામના પાટીયા નજીક બે કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણ ઘાયલ

ટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર ટ્રકનો ઓવરટેક કરીને આવતી ટાટા પંચ કારના ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવી સામેથી આવતી વેગનઆર કારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અક્સ્માતમાં વેગનઆર કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત મુજબ, જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડૂકીયા ગામના રહેવાસી હાર્દિકભાઈ ગોપાલભાઈ તાડા ઉવ.૨૮ કે જેઓ રાજકોટ નજીક છાપરા ગામે વિઝન એન્ટરપ્રાઇઝ કારખાનામાં જોબવર્કનું કામ કરે છે, ત્યારે ગઈ તા.૧૯/૦૨ના રોજ હાર્દિકભાઈ કારખાનાના કામે છાપરાથી ટંકારા પોતાની વેગનઆર કાર રજી.નં. જીજે-૧૦-ડીઈ-૨૭૩૫ લઈને તેમના મિત્રો યોગેશભાઈ અશોકભાઈ અને સ્મિતભાઈ એમ બધા જતા હોય ત્યારે ટંકારા તાલુકા વિસ્તારના મિતાણા-નેકનામ રોડ ઉપર હમીરપર ગામના પાટીયા પાસે રોડ ઉપર સામેથી આવતી ટાટા પંચ રજી.નં. જીજે-૧૦-ડીઆર-૦૬૧૧ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી આવી ટ્રકનો ઓવરટેક કરીને સામેથી આવતી વેગનઆર કારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આજુબાજુથી એકઠા થયેલા લોકોએ હાર્દિકભાઈ તથા તેમના મિત્રોને કારમાંથી બહાર કાઢેલ અને ૧૦૮ મારફત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે અકસ્માત સર્જી ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર સ્થળ ઉપર રેઢી મૂકીને નાસી ગયો હતો. અકસ્માતમાં હાર્દિકભાઈને અને તેમના બે મિત્રોને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, ત્યારે હાલ ફરિયાદી હાર્દિકભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટાટા પંચ કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!