Monday, February 23, 2026
HomeGujaratમોરબીમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી: સ્ટેશન રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી

મોરબીમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી: સ્ટેશન રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી

મોરબીના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ પર આજે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. સદભાગ્યે જાનહાનિ ટળી હોવા છતાં એક રીક્ષા ચૂરચૂર થઈ ગઈ અને એક એક્ટિવા સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબીનાં સુરજબાગ ખાતે ચાલી રહેલી રિનોવેશન કામગીરી દરમિયાન બીમ-કોલમના પાયા ખોદવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન નજીક આવેલું મોટું વૃક્ષ અચાનક જાહેર રોડ પર પડી ગયું હતું. ભારે અવાજ સાથે ધરાશાયી થયેલ વૃક્ષ રીક્ષા પર પડતાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. આ બનાવમાં એક એક્ટિવા સવારને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાને પગલે થોડા સમય માટે સ્ટેશન રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં તાત્કાલિક કામગીરી હાથ ધરી વૃક્ષને રોડ પરથી દૂર કરવામાં આવ્યું અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હાતો. બનાવ અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!