Monday, February 23, 2026
HomeGujaratમોરબીના આલાપ રોડ પર હૃદયદ્રાવક બનાવ : એપાર્ટમેન્ટ પાસે રમતી અઢી વર્ષની...

મોરબીના આલાપ રોડ પર હૃદયદ્રાવક બનાવ : એપાર્ટમેન્ટ પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકી કાર હેઠળ કચડાઈ જતા મોત

મોરબીના આલાપ રોડ પર સિલ્વર એપાર્ટમેન્ટ પાસે શેરીમાં રમતી બે વર્ષની માસૂમ બાળકી ધનશ્રી વડસોલાનું બલેનો કારની નીચે કચડાઈ જતા કરુણ મોત નિપજ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ છવાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબીનાં સિલ્વર એપાર્ટમેન્ટના રહેવાસી વાસુદેવભાઈ નરભેરામભાઈ વડસોલા પાર્કિંગમાં બેઠા હતા. ત્યારે તેમની દીકરી ધનશ્રી શેરીમાં રમી રહી હતી. તે દરમિયાન GJ 36 AJ 9315 નંબરની બલેનો કાર સ્પીડમાં શેરીમાં ધસી આવી અને બાળકી ધનશ્રીને અડફેટે લીધી હતી.ત્યારે ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો માસૂમ ધનશ્રીને તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તપાસ કરતાં જ બાળકીને મૃત જાહેર કરી હતી.ફરિયાદ મુજબ કારના આગળ અને પાછળના બંને ટાયર બાળકીના શરીર પરથી ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કારચાલક નીરવ ભોરણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હૃદયદ્રાવક બનાવે શહેરમાં ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં બેફામ વાહન ચલાવવાની સમસ્યા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!