મોરબી શહેરના વાંકાનેર દરવાજા નજીક વાળંદ સમાજની વાડી પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે નસીબ આધારી પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી ઉવ.૩૭ રહે.સીપાઇ વાસ સિદિકિ મસ્જિદની સામે મોરબી, મહેબુબભાઇ હુસેનભાઇ શેખ ઉવ.૫૪ રહે.કાલીકા પ્લોટ શેરી નં ૦૪ મોરબી, અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા ઉવ.૫૮ રહે.જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી ઉવ.૬૮ રહે.કબીર ટેકરી શેરી નં ૦૩ મોરબી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા ઉવ.૫૦ રહે.જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી તથા આરીફખા કાસમખા ખોરમ ઉવ.૪૦ રહે ન્યુ જનકનગર ગીતા મીલ સામે પંચાસર રોડ મોરબી વાળાને રોકડા રૂ.૧૬,૦૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવાયા છે. આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ તમામ જુગારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









