Thursday, February 26, 2026
HomeGujaratમોરબી: જાંબુડીયા નજીક ફેક્ટરીમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં શ્રમિકનું મોત

મોરબી: જાંબુડીયા નજીક ફેક્ટરીમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં શ્રમિકનું મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલી બ્લુઆર્ટ ગ્રેનાઈટો ફેક્ટરીમાં કામ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા ૨૩ વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલી બ્લુઆર્ટ ગ્રેનાઈટો કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા મહેશભાઈ નારસિંહ પરમાર ઉવ.૨૩ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ કંજાવાની ખાસ ગામના વતનીને ગઈકાલ તા.૨૫/૦૨ના રોજ કારખાનામાં કામ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!