હળવદ તાલુકામાં ચરાડવા-સમલી રોડ પર મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવતા સ્લીપ થતા સુ.નગર જીલ્લાના નાડધ્રી ગામના ૪૦ વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે. આ મામલે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે..
હળવદ તાલુકામાં માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના નાડધ્રી ગામના રહેવાસી રમેશભાઈ જાદુભાઈ ઓગાણીયા ઉવ.૪૦ ગઈ તા. ૨૧/૦૨ના રોજ પોતાના મોટરસાયકલ રજી. નંબર-જીજે-૧૩-બીએમ-૦૬૫૦ વાળુ ચલાવી ચરાડવાથી પોતાના ઘરે જતા હોય ત્યારે રસ્તામા ચરાડવા થી સમલી રોડ ઉપર મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થઇ જતા રમેશભાઇને માથામા અને શરીરે ગંભીર ઇજા થતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









