Thursday, February 26, 2026
HomeGujaratલીલાપર રોડ સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન પ્રોજેક્ટ માટે રૂ. ૧૩.૩૧ કરોડનું ટેન્ડર...

લીલાપર રોડ સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન પ્રોજેક્ટ માટે રૂ. ૧૩.૩૧ કરોડનું ટેન્ડર લાઈવ

મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડના ૪.૭૫ કિમી. વિસ્તારમાં સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે રૂ.૧૩.૩૧ કરોડના પ્રોજેક્ટનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ફૂટપાથ, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, પોકેટ ગાર્ડન અને સિટીંગ એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અંદાજે ૪.૭૫ કિલોમીટર લંબાઈ અને ૧૨ મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગને આધુનિક શહેરી કોરિડોર તરીકે વિકસાવવા રૂ.૧૩.૩૧ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત બંને બાજુ સુવિધાસભર ફૂટપાથ, મજબૂત અને આકર્ષક પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન, માર્ગ કિનારે વૃક્ષારોપણ, આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ્સ, નાગરિકો માટે સિટીંગ એરિયા અને પોકેટ ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત સ્વચ્છતા માટે પૂરતી સંખ્યામાં ડસ્ટબિન, દિશાસૂચક સાઇનેજ અને માર્ગ સલામતી માટે સ્પષ્ટ ઝેબ્રા ક્રોસિંગ પણ બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટથી રાહદારીઓ માટે વધુ સલામત માર્ગ, રાત્રિના સમયમાં પ્રકાશ વ્યવસ્થા, પર્યાવરણમૈત્રી વિકાસ અને શહેરની સૌંદર્યવૃદ્ધિ જેવા મહત્વપૂર્ણ લાભ મળશે. મનપાની સિવિલ તથા સિટી બ્યુટીફીકેશન શાખા દ્વારા હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે અને નાગરિકો તેમજ મુલાકાતીઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક અનુભવ પૂરો પાડશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!