Thursday, February 26, 2026
HomeGujaratહળવદ બાયપાસ પર ટ્રાફિક જામ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેની સરાહનીય...

હળવદ બાયપાસ પર ટ્રાફિક જામ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેની સરાહનીય કામગીરી

હળવદ શહેરના હિત માટે સદૈવ સક્રિય રહેતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે હળવદ બાયપાસ હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામ દરમિયાન જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ સાથે સંકલન કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ બાયપાસ હાઈવે પર અચાનક ભારે વાહનવ્યવહારને કારણે લાંબો ટ્રાફિકજામ લાગ્યો હતો. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સ્થિતિની જાણ થતાં જ તપનભાઈ દવે તરત જ સ્થળ પર દોડી ગયા અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી ટ્રાફિક ક્લિયર કરાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થળ પર હાજર રહી તેમણે વાહનોને સુચારુ રીતે પસાર કરવા માર્ગદર્શન આપ્યું અને પોલીસ સાથે મળીને ટ્રાફિકને પૂર્વવત કરવા સહકાર આપ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ પગલાને જનતા પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે. જાહેર જીવનમાં સક્રિય રહી તાત્કાલિક સમસ્યાઓના નિવારણ માટે સ્થળ પર હાજરી આપવી નેતૃત્વની સંવેદનશીલતા દર્શાવે છે તેવી ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!