Friday, February 27, 2026
HomeGujaratમાટેલ ગામે બાઇક ઉપર ૧૦૦ લીટર દેશી દારૂ સાથે બાળકિશોર સહિત બે...

માટેલ ગામે બાઇક ઉપર ૧૦૦ લીટર દેશી દારૂ સાથે બાળકિશોર સહિત બે ઝડપાયા

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હિરો સ્પ્લેન્ડર બાઈક ઉપર ૧૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારૂ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર આરોપીનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના પાસે જાહેર રોડ પર શંકાસ્પદ હિરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી. નં. જીજે-૩૬-બીએ-૦૩૬૨ ઉપર સવાર આરોપી રવિભાઈ દેવશીભાઈ કુકાવા ઉવ.૨૧ રહે. વિરપર તા. વાંકાનેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે બાઇક કિ.રૂ.૪૦ હજાર સહિત કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછ દરમિયાન દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે લાભુભાઈ જવેરભાઈ માથાસુરીયા રહે. માટેલ રોડ વિકાસ હોટલ પાછળ તા. વાંકાનેરનું નામ ખુલ્યું હતું. જે આરોપી સ્થળ ઉપર હાજર ન મળતા તેને હાલ ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!